Air Indiaની વધી મુશ્કેલી, લેવાયો છે મોટો નિર્ણય 

આવતા અઠવાડિયે GoMની બેઠક થવાની છે એ પહેલાં એક આંતરિક બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે

Air Indiaની વધી મુશ્કેલી, લેવાયો છે મોટો નિર્ણય 

નવી દિલ્હી : એર ઇન્ડિયા (Air India)ની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે કારણ કે કંપનીનું દેવુ સતત વધી રહ્યું છે. હવે પુરતા પૈસા ન હોવાના કારણે મેનેજમેન્ટમાં પણ મુશ્કેલી થવા લાગી છે. 22 ઓગસ્ટે 6 એરપોર્ટ પર તેલ કંપનીઓએ એર ઇન્ડિયાને ઇંધણ દેવાની ના પાડી દીધી હતી. એર ઇન્ડિયા પાસે પોતાના કર્મચારીઓના પગાર કરવાના પણ પૈસા નથી. હાલમાં સરકારે કંપનીમાં અનેક પદ માટેની ભરતી અટકાવી દીધી હતી. 

સરકાર એર ઇન્ડિયા માટે બોલી લગાવી શકે એવી વ્યક્તિ કે સંસ્થાની શોધમાં છે. આ દિશામાં યુદ્ધના સ્તરે કામ ચાલી રહ્યું છે. પ્રાઇવેટાઇઝેશનની આ પ્રક્રિયાને ન્યાય આપવા માટે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GoM)ની રચના કરવાનામાં આવી છે. આવતા અઠવાડિયે તેમની બેઠક થવાની છે એ પહેલાં Air Indiaના અધિકારીઓની આંતરિક બેઠક થવાની છે એવી સૂચના મળી છે. મળતી માહિતી પ્રમાણે સરકાર એર ઇન્ડિયાના 100 ટકા શેર વેચવાની તૈયારીમાં છે. 

હાલમાં એક રિપોર્ટ આવી હતી અને એ પ્રમાણે એરલાઇન પર 58000 કરોડ રૂપિયા કરતા વધારે દેવુ છે અને સમગ્ર નુકસાન લગભગ 70000 કરોડ રૂપિયાનું છે. એરલાઇનને દર મહિને 300 કરોડ રૂપિયા તો માત્ર કર્મચારીઓના પગાર માટે જોઈએ છે. એરલાઇન પાસે ઓક્ટોબર પછી કર્મચારીઓને આપવા માટે પૈસા નથી. હવે બહુ જલ્દી એરલાઇનના નસીબનો નિર્ણય લેવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news